છઠ્ઠો ભાગ “મારો પ્રેમ અને તારી વાર્તા”

Spread the love

છઠ્ઠો ભાગ “મારો પ્રેમ અને તારી વાર્તા

દિશા તેનું લેપટોપ ખરાબ હોવાથી અહીંયા પૂજનના કોમ્પ્યુટર પર પ્રોજેકટ બનાવવા આવી હતી. અને અહીંયા ભજીયાપાર્ટી રંગ લાવી રહી હતી.

“ચાલો, હવે થોડુક કામ પણ કરીએ?” દિશા સભાન થતા બોલી.

“હા,કેમ નહિ?” તું જા,અંદરના રૂમમાં બેસ.હું આ ડીસ કિચનમાં મુકીને આવું છું.”પૂજન ડીસ ઉઠાવતા બોલ્યો.દિશા પૂજનના રૂમમાં પહેલી વાર આવી હતી.મન ભરીને એ રૂમને નિહાળી રહી હતી. એના પોતાના રૂમ કરતા આ રૂમ ખુબ જ અલગ હતો. અહીં દીવાલ પર એક પણ ચિત્ર કે એક પણ સુવાક્ય ચીપકાવેલું નહોતું. દિશાનો રૂમ સુવાક્યો અને મોટા મોટા રાઈટર્સના કોટથી ભરેલો હતો. દિશા વિચારી રહી હતી કે કોઈ માણસ આ ઉમરે પણ ગોલ વિનાનો કેવી રીતે હોઈ શકે. કેમકે જનરલી એવું મનાતું હોય છે કે જેનો જે ગોલ હોય એની રીલેટેડ એનું બિહેવિયર અને એનું સ્ટફ હોય. જેમકે દિશાને મોટી લેખીકા બનવું હતું તો એની રૂમમાં રાઈટીંગને લગતા પોસ્ટર અને કોટ લગાવેલા હતા. અહીં પૂજનના રૂમની દીવાલો સાવ કોરી હતી. કદાચ પૂજાને જાણીજોઈને જ કોરી રાખી હતી,એ મન ભરીને કોઈને અહીં ચીતરવા માંગતો હતો.ડબલ બેડના એક ખૂણા પર દિશા બેઠી બેઠી આ બધું વિચારી રહી હતી.

“આવ ને અહીં,ત્યાં કેમ બેઠી?” પૂજન આવતા જ કોમ્યુટર ટેબલ તરફ ઈશારો કરતા બોલ્યો. દિશા વિચાર વમળમાંથી બહાર નીકળીને ટેબલ સામે પડેલ ખુરશીમાં બેઠી. હવે સામે કોમ્પ્યુટર છે, ખુર્શી પર દિશા છે, અને દિશા ની પાછળ પુજન છે.

“પાસવર્ડ?” દિશા એજ સ્થિતિમાં ગરદન થોડીક પાછળ કરતા બોલી.

પૂજને પાસવર્ડ નાખ્યો. દિશાને કેમ એવુય લાગ્યું કે પાસવર્ડ પણ કદાચ “ડી” પરથી જ હતો. પણ જે હોય એ, આ બધું મગજમાંથી કાઢીને દિશા કામ કરવા લાગી. પૂજન એને કામ કરવા દઈને પાછળ બેડ પર આડો પડ્યો. દિશાને કામ કરતા કરતા સોંગ્સ સાંભળવાની આદત હતી. એણે યુટ્યુબ ઓપન કરીને ધીમા અવાજે “હિટ્સ ઓફ અરિજિતસિંગ” શરુ કર્યું.કર્મની કઠણાઈ કે પ્લે કરતા જ પહેલું સોંગ વાગ્યું “અચ્છા ચાલતા હું દુઆઓ મેં યાદ રખના”. અરિજિતસિંગ એ હજુ એક લાઈન જ ગાઈ હતી કે પૂજન સફાળો ઉભો થઈને બોલ્યો ”CAN YOU PLEASE CHANGE THE SONG DISHA”? દિશા પરિસ્થિતિ સમજીને નેક્સ્ટ કરીને એનું કામ કરવા લાગી. એજ ફિલ્મ નું બીજું સોંગ બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યું હતું, “એ દિલ હૈ મુશ્કિલ”. બધું જ સરળ રીતે ચાલી રહ્યું હતું કે અચાનક જ દિશા ફ્રસ્ટ્રેટ થઈને બોલી ”શીટ્ટ યાર, આ પીડીએફ કેમનું થશે? મારે હમણાં જ આ સ્ટોરી મોકલવાની છે”. થયું એવું હતું કે દિશા એના ઘરે માઈક્રોસોફ્ટ વર્ડ-૨૦૧૬માં કામ કરે છે અને અહિયાં વર્ડ-૨૦૦૮માં કામ કરવું પડી રહ્યું છે. વર્ડ-૨૦૧૬માં વર્ડફાઈલને SAVE AS કરીને પીડીએફ બનાવી શકાય પણ અહીં વર્ડ-૨૦૦૮માં એવો કોઈ ઓપ્શન નથી.આખી વાર્તા લખીને દિશાને આ જ નહોતું આવડી રહ્યું.

“શું થયું દિશા? કેમ ટેન્શનમાં આવી ગઈ?” પૂજને ઉભા થઈને દિશાની પાછળ આવીને કહ્યું.

“અરે યાર, તારા વર્ડમાં ફાઈલને પીડીએફમાં કન્વર્ટ કેમની કરવાની હોય? મારા લેપટોપમાં તો ડાઈરેકટ અહીંથી જ થઇ જાય છે.” દિશા એની મુશ્કેલી સમજાવતા બોલી. આ મુશ્કેલી પૂજનની તો સમજની જ બહારની હતી..એણે તરત જ સોલ્યુશન લાવવા ગુગલ ખોલ્યું, HOW TO CONVERT WORD FILE TO PDF FILE? એક પછી એક સ્ટેપ ફોલો કરવાનું શરુ કર્યું. સૌથી પહેલાતો દિશાનો જે હાથ માઉસ પર હતો એના પર પોતાનો હાથ મુકીને પીડીએફ કન્વર્ટર ડાઉનલોડ કર્યું. પૂજન ઇચ્છત તો જ્યાં સુધી ડાઉનલોડીંગ થાય ત્યાં સુધી દિશાના હાથ પરથી હાથ લઇ શકતો હતો.પણ એણે એવું ના કર્યું અને દીશાએ એવું કર એવો કોઈ સંકેત પણ ના આપ્યો. બંનેના શરીરમાં કંઈક જુદા જ પ્રકારની ઉર્જા ડાઉનલોડ થઇ રહી હતી. ફાઈલ સોફ્ટવેરમાં નાખી,કન્વર્ટ કરવા મૂકી. દિશા એકીટસે સોફ્ટવેરની વચ્ચે ફરતું અને પ્રોસેસ્સ બતાવતું ચક્કર જોઈ રહી હતી, અને શરીર પર એના માટે નવા જ હોય એવા સ્પર્શ અનુભવી રહી હતી. જોવા જઈએ તો અહિયાં બે પ્રસંગો સમાન હતા.તે દિવસે ક્લાસરૂમમાં દિશા સાથે થયેલું વર્તન અને અહિયાં કોમ્પ્યુટર ટેબલની સામે થતી પ્રક્રિયા.પણ ફરક માત્ર એટલો જ હતો કે ક્લાસરૂમમાંથી ભાગી છૂટવાનું મન થતું હતું અને આ રૂમમાં પુરાઈ રહેવાનું મન થતું હતું. મેઈલ ખોલીને વાર્તાને જ્યાં મોકલવાની હતી ત્યાં મોકલાઈ રહી હતી,અહીં દિશા અને પૂજનની વાર્તા પણ એક એવા મુકામ પર મોકલાઈ રહી હતી જ્યાં ઊંડી ખાઈ જેવી દશા સર્જાઈ હતી.નીચે પડેતો સીધું મોત અને આગળ જાય તો ટોચ. પરિસ્થિતિ ડબલ બેડ પર આવી, દિશાના હાથ ચાદર ચોળતા રહ્યા અને પૂજન દિશામાં સમાતો ગયો. ચારેય પગ પોતાનું સ્થાન ભૂલીને ઉપર નીચે અલગ અલગ જગ્યાએ ગોઠવાતા બદલાતા રહ્યા. ઉપર-નીચે ચડતા ઉતરતા શ્વાસ જબરદસ્ત તોફાન મચાવીને શમી ગયા. અહીં ક્યાય “I LOVE YOU” પણ નહોતું અને “WILL YOU MARRY ME” પણ નહોતું. બસ હતો તો માત્ર એક SECURITY અને તે સમયના SATISFACTIONનો અહેસાસ. દિશા દોટ મુકીને બાથરૂમ તરફ ભાગી ત્યારબાદ ઘર તરફ. એ દિવસ બાદ હજુ સુધીતો કદીયે પાછું વળીને દિશાએ પૂજનના ઘર તરફ જોયું નથી. પૂજનના ઘરમાં એણે એક અકાઉન્ટ ખોલ્યું હતું,પછી લોગઆઉટ કરવાનું પણ ભૂલી ગઈ હતી અને સાઈનઆઉટ પણ. હવે કદાચ વાર્તા સાચા ઠેકાણે મોકલાઈ હતી. …સંપૂર્ણ…

લેખક – રોહિત પ્રજાપતિ

પ્રતિભાવ આવકાર્ય

@rhtprajapati92Gmail.com

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.